beat new

Search This Website

Apr 2, 2023

STD 6 COMMON ENTRANCE TEST; જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ પ્રવેશ પરીક્ષા

STD 6 COMMON ENTRANCE TEST

ધોરણ 6 થી 12 ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)


ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ શરૂ થઇ રહી છે. 


જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ

રક્ષાશક્તિ સ્કુલ્સ

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું. રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.


ઉપરોક્ત શાળાઓમાં તેમજ મોડેલ સ્કુલ્સમાં 2023-24 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તરની Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) લેવાનું આયોજન છે. આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12 ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. પ્રવેશ માટેની યોગ્યતાઃ

> સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ ક૨ના૨ વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.


સ્વનિર્ભર/ ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ 6 ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.


પરીક્ષાનું વિગતવાર જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળોઃ 23 માર્ચ, 2023 થી 05 એપ્રિલ 2023

કોમન પ્રવેશ પરીક્ષાની તારીખઃ 27 એપ્રિલ, 2023

ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 23 માર્ચ 2023 થી 05 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.


Highlight Of Last Week

Labels ok