CBSE બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. મહત્વની વાત એ છે કે વિષયવાર સમયપત્રક શાળાઓ દ્વારા જાહેર કરવામાં આવશે. CBSEએ નોટિફિકેશનમાં સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈન બહાર પાડી છે.
આ વખતે માત્ર એક જ ટર્મમા પરીક્ષા અને હવે 100% અભ્યાસક્રમ
ગત વર્ષે દેશમાં કોરોના ની પરિસ્થિતિ ને કારણે ધોરણ 10 અને 12 ની પરીક્ષા બે ટર્મમાં યોજવામા આવી હતી. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ સંક્રમણને કારણે એક પરીક્ષામાં બેસી શક્યા ન હતા તેમના માર્કસની ગણતરી બીજી પરીક્ષાના આધારે કરવામાં આવી હતી. પરંતુ હવે આ પોલિસી CBSE દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ આ વખતે CBSE બોર્ડની પરીક્ષા 100% અભ્યાસક્રમ સાથે લેવામાં આવશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંસદમાં પણ આ માહિતી રજૂ કરવામા આવી હતી.
IMPORTANT LINKS
યોગ્યતા આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામા આવશે.
CBSE બોર્ડની પરીક્ષામા હવે ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 40% પ્રશ્નો અને ધોરણ 12ની પરીક્ષામાં 30% પ્રશ્નો ગુણવત્તાના આધારે પૂછાશે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓમાં પૂછવામાં આવતા આ પ્રશ્નો મલ્ટીપલ ફોર્મેટ મુજબ હશે પ્રશ્નો ઓબ્ઝેક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ રિસપોન્સ ટાઈપ, એસર્શન, રીઝનિંગ આધારિત હશે.