beat new

Search This Website

Oct 12, 2022

Electoral Roll Gujarat 2022 pdf Download | મતદાર યાદિ 2022

 

મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ/તમારા ગામ/વોર્ડની નવી મતદારયાદિ 2022 pdf electoral Roll gujarat Full List 2022


મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ : 
ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ: વોર્ડની મતદારયાદિ pdf  ડાઉનલોડ: તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની નવી સુધારેલી મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ શહેર મતદાર યાદી 2022. ફોટોવાળી મતદારયાદિ 2022 પણ ઓનલાઇન મુકાઇ ગયેલ છે.

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની મતદાર યાદી ૨૦૨૨ જાહેર કરવામાં આવી છે. આ યાદી 
મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફીસીયલ https://erms.gujarat.gov.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 
આ મતદાર યાદીમાં જે નાગરિકોના નામ હશે તે તમામ નાગરિકો આવનારી ચૂંટણીમાં મતદાન કરી 
શકશે. દરેક નાગરિક કે જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તેને મત આપવાનો અધિકાર છે. 
હવે નાગરિકોએ મતદાર યાદીમાં નામ તપાસવા માટે સરકારી કચેરીઓમાં જવાની જરૂરી નથી. 
ઘરેબેઠા તમારા ફોનમાથી પણ તમે તમારા ગામની મતદારયાદિ 2022 pdf અને તમારા વોર્ડની મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ કરી શકો છો.




મતદારયાદિ 2022 મા નામ કેવી રીતે ચેક કરવું ?


તમારુ નામ તમે તમારા ગામ/વોર્ડની મતદારયાદિમા ઓનલાઈન કેવી રીતે તપાસી શકો છો ? આ માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે. How to check name in voter list 2022

Step : 1 સૌ પ્રથમ ચુંટણી કમીશનની ઓફીસીયલ વેબસાઇટ https://electoralsearch.in/ ખોલવાની રહેશે.

Step : 2 જેમા આ મુઅજ્બની વિગતો ભરો જેમ કે – નામ, DoB, રાજ્ય, જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર

Step : 3 તમને કેપ્ચા કોડ માટે પૂછવામાં આવશે. તમારી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દાખલ કરો.

Step : 4 Search પર ક્લિક કરો.

મતદારયાદિ 2022 pdf ડાઉનલોડ

૨૦૨૨ ની નવી મતદારયાદિ ચુંટણી પંચની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે. મતદારયાદિ ૨૦૨૨ pdf ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે. ફોટોવાળી મતદારયાદિ 2022

  • તમારા ગામની નવી મતદાર યાદી 2022 પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- http://secsearch.gujarat.gov.in/search/PhotoRoll.aspx

આ લીંક પર ક્લીક કરવાથી નીચે ફોટોમા બતાવ્યા મુજબના ઓપ્શન ખુલશે.

ફોટોવાળી મતદારયાદિ 2022
ફોટોવાળી મતદારયાદિ 2022
  • પ્રથમ જિલ્લા (District) ના સામેના ખાનામાં તમે જે જિલ્લાની મતદાર યાદી ડાઉનલોડ કરવા માંગતા હો તે જિલ્લો (Select) પસંદ કરો.
  • ત્યારબાદ Assembly (વિધાનસભા) સામેના ખાનામાં વિધાનસભાનો વિભાગ Select કરવાનો રહેશે.દા.ત.
  • તમારા ગામની કે બૂથની મતદાર યાદીના Show પર ક્લિક કરતાં પહેલાં Captcha ની આગળ દર્શાવેલ અંગ્રેજી અંકો અને અક્ષરો તેની સામે આપેલ કોલમમાં દાખલ કરવાના રહેશે. જ્યાં સુધી આ અક્ષરો અને અંકો કોલમમાં સાચા લખાશે નહિ ત્યાં સુધી યાદી ડાઉનલોડ થશે નહિ.
  • આમ બન્ને કોલમ સિલેક્ટ કરવાથી આખા વિધાનસભાના તમામ વિસ્તારો (બૂથો) ની નીચેના કોલમ અનુસારની યાદી (લીસ્ટ) જોવા મળશે.તે લીસ્ટમાંથી તમે જે ગામ કે બૂથની યાદી ડાઉનલોડ કરવા માંગતા હો ત્યાં જાઓ

NVSP પોર્ટલ દ્વારા મતદારયાદિમાં નામ ચેક કરવાના સ્ટેપ

નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ દ્વારા તમારું નામ કઈ રીતે ચકાસી શકો છો ?
Step : 1 નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP)ની વેબસાઇટની મુલાકાત લો—https://www.nvsp.in/

Step : 2 Search in Electoral Roll વિકલ્પ પર ક્લિક કરો.

Step : 3 એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.

Step : 4 હવે, નવું વેબપેજ તમને મતદાર યાદીમાં નામ તપાસવાની બે રીતો બતાવશે.

Step : 5 સર્ચ કરવાનો પહેલો વિકલ્પ આ છે, જેમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને લિંગ દાખલ કરવાનું રહેશે.

Step : 6 માહિતી દાખલ કર્યા પછી, તમારે તમારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે.

Step : 7 શોધવાનો બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે.

Step : 8 આ બંને વિકલ્પો માટે, તમારે અંતે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટ પર આ માહિતીને અધિકૃત કરવી પડશે.

ગામની મતદારયાદિ pdf ડાઉનલોડ

આ ઉપરાંત નીચેની રીતે તમે તમારા ગામની આખી મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકો છો.

  • સૌ પ્રથમ તમારે ચુંટણી કમીશન ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે. આ માટે https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx લીંક પર ક્લીક કરી ઓપન કરી શક્સો.
  • ત્યારબાદ ઓપન થયેલ પેજમાં જિલ્લો,તાલુકો અને ગામ સીલેકટ કરતા તમારા આખા ગામની મતદાર યાદિ pdf ડાઉનલોડ કરી શકસો.

Highlight Of Last Week

Labels ok